ટ્રમ્પના ભારત પ્રવાસને લઇ ન્યુઝ ચેનલ ડીડી ઇન્ડિયા દ્વારા કરાઈ વિશેષ તૈયારી
Live TV
-
અમદાવાદ,આગ્રા અને નવી દિલ્હી ખાતે એચડી ઓબી વાન તેમજ કેમેરા ગોઠવાયા - વૈશ્વિક લાઈવ ફીડને કરશે તૈયાર - કાર્યક્રમનું કોરિયા અને બાંગ્લાદેશમાં કરશે પ્રસારણ - 100થી વધુ કેમેરામેન, પ્રોડક્શન અને ટેક્નિકલ સ્ટાફ ખડેપગે
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ હેઠળ ન્યુઝ ચેનલ ડીડી ઇન્ડિયા દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમના વિશેષ કવરેજ માટે ડીડી ઇન્ડિયા દ્વારા અમદાવાદ, આગરા અને નવી દિલ્હીમાં એચડી ઓબી વાન અને અનેક જગ્યાએ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. અમેરિકન અને યુરોપિયન ટીવી ન્યૂઝ નેટવર્ક્સ સિવાય ડીડી ઇન્ડિયા દ્વારા વૈશ્વિક લાઇવ ફીડને પણ તૈયાર કરવામાં આવશે. તો સાથે જ ડીડી ઇન્ડિયા આ કાર્યક્રમનું પ્રસારણ કોરિયા અને બાંગ્લાદેશમાં પણ કરશે. અમદાવાદમાં સમગ્ર કાર્યક્રમના કવરેજ માટે એરપોર્ટ પર એક ઓબી વાન સહિત 16 કેમેરા અને મોટેરા સ્ટેડિયમ પર બે ઓબી વાન સહિત 24 કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ સિવાય 45 કેમેરા રોડ શોને કવર કરશે. એક પ્રોડક્શન રૂમ 45 કેમેરાને કન્ટ્રોલ કરશે. આ સમગ્ર કાર્યક્રમને કવર કરવા માટે ડીડી ઇન્ડિયાના 100થી વધારે કેમેરામેન, પ્રોડક્શન અને ટેકનિકલ સ્ટાફ ઉપસ્થિત રહેશે.
