રાષ્ટ્રપતિ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે અમદાવાદ પહોંચ્યા
Live TV
-
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસની ભારત યાત્રા પર અમદાવાદ પહોંચ્યા .
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પનું રંગારંગ સ્વાગત કર્યું. શંખનાદથી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું સ્વાગત કરવામાં આવ્યું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ પણ ભારત પ્રવાસમાં હાજર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદ એરપોર્ટથી સાબરમતી ગાંધી આશ્રમ સુધી 22 કિલોમીટરનો રોડ શો યોજયો. તેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો પણ હાજર રહ્યો. સાબરમતી આશ્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે બાપુની તસ્વીર પર માલ્યાર્પણ કરી. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશ્રમમાં ચરખો કાંત્યો. ડોનાલ્ડ ટ્રમ્પે વિઝીટર્સ બુકમાં પોતાનો વિચાર લખ્યો.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમના પુત્રી ઇવાન્કા પણ પોતાના પતિ સાથે ભારત આવી રહ્યા છે. તેમણે પ્રધાનમંત્રી મોદી સાથેની તેમની મુલાકાતને સ્નેહપૂર્વક યાદ કરી હતી. તેમણે ટવીટ કરીને લખ્યું કે હૈદરાબાદમાં ઉદ્યમશીલતા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદીને મળ્યાના બે વર્ષ પછી બીજીવાર ભારત પહોંચવું તે મારા માટે સન્માનની વાત છે. વિશ્વના બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચેની મૈત્રી આવી મજબુત કદી નહોતી રહી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની એક ટ્વીટને શેર કરતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને મુદ્દે ઉત્સુકતા જાહેર કરી છે. તેમણે કહ્યું કે, ઐતિહાસિક કાર્યક્રમની શરૂઆત અમદાવાદથી થઈ રહી છે. અમેરિકી પ્રમુખ બે દિવસ આપણી સાથે રહેશે. આ સન્માનની વાત છે.
અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં "નમસ્તે ટ્રમ્પ" કાર્યક્રમનું આયોજન થયું છે.
