અમેરિકાનાં સંરક્ષણ મંત્રી જનરલ લૉયડ ઑસ્ટિન આજથી ત્રણ દિવસનાં ભારત પ્રવાસે
Live TV
-
અમેરિકાનાં સંરક્ષણ મંત્રી જનરલ લૉયડ ઑસ્ટિન આજથી ત્રણ દિવસનાં ભારત પ્રવાસે આવી રહ્યા છે. અમેરીકામાં રચાયેલી નવી બાઈડન સરકારના કોઈ મંત્રીની આ પ્રથમ ભારત મુલાકાત છે. જનરલ લૉયડ ઑસ્ટિન ભારતનાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે આજે મુલાકાત કરશે જેમા ભારત અને અમેરીકાની વચ્ચે દ્વીપક્ષીય સુરક્ષા સહયોગને મજબુત કરવા અંગે તથા ક્ષેત્રીય સુરક્ષા સહીત મુક્ત ભારત પ્રશાંત ક્ષેત્રમાં સામાન્ય હિતોને લઈને ચર્ચા થઈ શકે છે તો અમેરીકાનાં સંરક્ષણ મંત્રીની આ સૌપ્રથમ વિદેશ યાત્રા છે, જે ભારત અને અમેરિકાનાં મજબુત ગાઢ સંબંધો દર્શાવે છે.