CRPF ની આજે 82મી વર્ષગાંઠ
Live TV
-
કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ સી.આર.પી.એફ. આજે પોતાની 82મી વર્ષગાંઠ ઉજવી રહ્યુ છે. આ પ્રસંગે ગુરુગ્રામમાં વિશેષ પરેડનું આયોજન કરવામાં આવ્યુ હતું, તો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આ પરેડને સંબોધન કર્યુ હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યુ કે સી.આર.પી.એફ. પર દેશને ગર્વ છે તો આંતરીક સુરક્ષાને લઈને આ દળ આગળની હરોળમાં સ્થાન ધરાવે છે. વિજય અને સફળતા આ દળનું લક્ષ્ય છે. આ સાથે દેશની વિવિધ ચુંટણીઓમાં આ દળનું મહત્વનું યોગદાન રહેલુ છે તો દેશ માટે બલીદાન આપનારા જવાનોનાં પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યુ હતું.