અસમમાં ત્રીજા ચરણની ચુંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
Live TV
-
અસમમાં ત્રીજા ચરણની ચુંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. આ ચરણમા કુલ 44 સીટો માટેનુ મતદાન આગામી 6 એપ્રીલે યોજાશે. કેરલ, પુડુચેરી અને તમિલનાડુમાં પણ ઉમેદવારી પત્રો ભરવા માટેનો છેલ્લો દિવસ છે ત્યારે અસમમાં ભાજપના ઉમેદવાર હેમંત બિશ્વા શર્માએ રોડ શો કરીને ઉમેદવારી પત્ર ભર્યું હતું. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે રસપ્રદ માહોલ જામેલો છે ત્યારે સૌની નજર છે જેના ઉપર છે તે પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે ભાજપ 21મી માર્ચે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે. આજે પશ્ચિમ બંગાળમાં બે સ્થળોએ ચૂંટણીસભાને સંબોધશે. આ સાથે બીજા ચારેય રાજ્યમાં ચૂંટણી પ્રચાર ચરમ સીમા પર છે. તમામ પાર્ટીઓના નેતાઓ જનતાને મત માટે રીઝવી રહ્યા છે. પુડુચેરી વિધાનસભાની ચૂંટણીને સુનિશ્ચિત કરવા ચૂંટણી પંચે ચાર વિશેષ નિરીક્ષકોની નિમણૂક કરી છે.. તો આ સાથે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીમા ભાજપ પાર્ટીએ પોતાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. આ સાથે ભાજપાએ કુલ 148 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમા 19 મહીલાઓને ટીકીટ ફાળવવામા આવી છે..ભાજપ દ્વારા આ યાદીમા ફિલ્મ જગત, લોક સંગીતથી જોડાયેલા લોકો તથા ખેલાડીઓને પણ ટીકીટ આપવામા આવી છે.