અમેરિકાના સંરક્ષણ મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમા મુલાકાત કરી
Live TV
-
ભારતની અધિકૃત મુલાકાતે આવેલા અમેરિકન સંરક્ષણ મંત્રી લોઈડ જેમ્સ ઓસ્ટિન તૃતિયએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. સચિવ ઓસ્ટિને પ્રધાનમંત્રી સમક્ષ રાષ્ટ્રપતિ બાઈડેન તરફથી શુભકામનાઓ પણ વ્યક્ત કરી હતી. અમેરિકાના સંરક્ષણ મંત્રી જનરલ લોયડ ઓસ્ટીન ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. અમેરીકામાં રચાયેલી નવી બાઈડન સરકારના કોઈ મંત્રીની આ પ્રથમ ભારત મુલાકાત છે. જનરલ લોયડ ઓસ્ટીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમા મુલાકાત કરી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ બન્ને દેશોની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અંગે ભારતનો દૃષ્ટીકોણ રજૂ કર્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું કે, ભારત અને અમેરીકા વચ્ચે સંરક્ષણ સહયોગ મહત્વપુર્ણ છે. તથા બન્ને દેશોના સંબંધ લોકતંત્ર અને કાયદા પ્રત્યે વિશ્વાસ સ્થાપીત કરવા પર આધારીત છે. આ સાથે યુ.એસ જનરલ લોયડ ઓસ્ટીને કહ્યુ કે અમેરીકા ભારત સાથે સંરક્ષણ સહયોગ મજબુત બનાવવા પ્રતિબધ્ધ છે. તથા અમેરીકા હિંદ પ્રશાંત સહિત અન્ય ક્ષેત્રોમા શાંતિ, સ્થીરતા અને ખુશાલી માટે વ્યૂહાત્મક ભાગીદારી વધારે મજબુત બનાવવા કટ્ટીબધ્ધ છે. તેઓ આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે પણ મુલાકાત કરશે જેમા ભારત અને અમેરીકાની વચ્ચે દ્વીપક્ષીય સુરક્ષા સહયોગને મજબુત કરવા અંગે ચર્ચા થઈ શકે છે. અમેરીકાના સંરક્ષણ મંત્રીની આ સૌપ્રથમ વિદેશ યાત્રા છે જે ભારત અને અમેરિકાના મજબુત ગાઢ સંબંધો દર્શાવે છે.