પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્વિમ બંગાળમાં એક-એક રેલીને સંબોધન કરશે
Live TV
-
ચાર રાજ્ય અને એક કેંદ્રશાસીત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીઓ માટે રસપ્રદ માહોલ જામ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામ અને પશ્વિમ બંગાળમાં એક-એક રેલીને સંબોધન કરશે. ગઈકાલે શિવરાજસિંહ ચૌહાણે બંગાળના પુર્વ મેદનીપુરમાં, તો મમતા બેનર્જીએ તમલુકમાં પ્રચાર કર્યો હતો. પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે ભાજપ પાર્ટી આવતીકાલે 21મી માર્ચે ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે. જેને સોનાર બાંગ્લા વિઝન ડોક્યુમેન્ટ નામ આપવામા આવ્યુ છે. આ રાજ્યોમા ગઈકાલે ચુંટણી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો તો આજે ચુંટણી ફોર્મની ચકાસણી કરવામા આવશે. ગઈકાલે અસમમાં ભાજપના ઉમેદવાર હેમંત બિશ્વા શર્માએ રોડ શો કરીને ઉમેદવારી પત્ર ભર્યું હતું. તો તમિલનાડુમા પણ વિવિધપાર્ટીઓ દ્વારા પોતાના મેનિફેસ્ટો જાહેર કરવામા આવ્યા છે. આ પહેલા ભાજપા પાર્ટીએ પશ્ચિમ બંગાળમા કુલ 148 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમા 19 મહીલાઓને ટીકીટ ફાળવવામા આવી હતી.
