અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રવાસની શરૂઆત મેગા રોડ શોથી કરશે: MEA
Live TV
-
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બે દિવસ ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ 36 કલાકમાં 3 રાજ્યોની મુલાકાત લેશે. સૌ પ્રથમ તેઓ અમદાવાદ આવશે ત્યાર બાદ આગ્રા અને છેલ્લે તેઓ દિલ્હી જશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બે દિવસ ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ 36 કલાકમાં 3 રાજ્યોની મુલાકાત લેશે. સૌ પ્રથમ તેઓ અમદાવાદ આવશે ત્યાર બાદ આગ્રા અને છેલ્લે તેઓ દિલ્હી જશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ મુલાકાતને લઈને ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે મંત્રીમંડળ સ્તરની વાર્તા દરમિયાન રક્ષા, સુરક્ષા, અને વેપાર સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. વધુમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું કે, ટ્રમ્પની આ મુલાકાત દરમિયાન 5 સમજૂતિઓ પર ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં H1-B વિઝા પર પણ બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ શકે છે. 25 ફેબ્રુઆરીએ દુનિયાભરની નજર આ બંને નેતાઓનાં સંયુક્ત નિવેદન પર રહેશે જેમાં સુરક્ષા,રક્ષાથી લઈને વેપાર , આરોગ્ય, તેમજ વૈશ્વિક પરિસ્થિતિ જેવા તમામ મુદ્દાઓ હશે., જે બંને દેશના હીતને સીધી જ અસર કરે છે. સેવા અને ઉત્પાતના ક્ષેત્રમાં અમેરિકા અને ભારત મોટા ભાગીદાર છે. બંને દેશો વચ્ચે બે વર્ષ દરમિયાન દ્વિપક્ષીય વેપારમા વાર્ષિક 10 ટકા વૃદ્ધી થઈ છે
