Skip to main content
Settings Settings for Dark

માતૃભાષા દિવસની ઉજવણીમાં ઉપરાષ્ટ્રપતિ સામેલ, કહ્યું, 'રોજગાર માટે ભાષાનું જ્ઞાન જરૂરી'

Live TV

X
  • આજે માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે દિલ્હી ખાતે આ અંગેનો એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ અને માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક ઉપસ્થિત રહ્યા હતા.

    આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ આ દિવસની શુભકામના પાઠવી હતી અને જણાવ્યું હતું કે, ભાષા માનવ વિકાસની સાથે વિકસીત થાય છે અને નિરંતર પ્રયોગથી પોષિત થાય છે તેમણે કહ્યું કે, સમાવેશી વિકાસ માટે ભાષા ઉત્પ્રેરક બનવી જોઈએ. 

    તેમજ લોકોની ભાષા જ વહીવટીતંત્રની હોવી જોઈએ. તો માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું કે, માતૃભાષા જ આપણને નવો રસ્તો બતાવે છે. તેમણે કહ્યું કે, માતૃભાષા દિવસ આવતીકાલે સમગ્ર દેશમાં એક લાખથી વધુ જગ્યા ઉપર ઉજવવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply