Skip to main content
Settings Settings for Dark

અમેરિકાના શિકાગો શહેર ખાતે યોજાયેલ વિશ્વ હિન્દુ કોંગ્રેસને સંદેશ આપતા PM

Live TV

X
  • પ્રાચીન ગ્રંથો અને ધાર્મિક પુસ્તકોનું ડીજીટેલાઈઝેશન કરવાથી આજના યુવાનો સંપર્ક વધશે - PM

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , અમેરિકાના શિકાગો શહેર ખાતે યોજાયેલ વિશ્વ હિન્દુ કોંગ્રેસને પોતાનો સંદેશો આપ્યો હતો. ભારતીય મૂળના ભારત પરાઈએ પીએમ મોદીનો સંદેશો વાંચી સંભાળાવ્યો અને સંદેશમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, પ્રાચિન ગ્રંથો અને ધાર્મિક પુસ્તકોનું ડીજીટેલાઈઝેશન કરવાથી આજના યુવાનો સંપર્ક વધશે , અને આવનારી પેઢી માટે આ ઉત્તમ સેવા હશે. સ્વામી વિવેકાનંદે 1893માં જે શહેરમાં હિન્દુ ધર્મનો સંદેશ આપીને દુનિયાને મંત્રમુગ્ધ કરી હતી. એ જ શહેરમાં આ ઐતિહાસિક સંબોધનને , 125 વર્ષ પુર્ણ થવાના ઉજવણી કરવા વર્લ્ડ હિન્દુ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલ સુધી શિકાગોમાં યોજાયેલા આ કાર્યક્રમમાં , દેશ અને દુનિયાના મહાનુભાવો ભાગ લઇ રહ્યા છે. આ કાર્યક્રમમાં આર.એસ.એસ. ના સર સંધ ચાલક મોહન ભાગવત, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, આર.એસ.એસ. ના દત્તાત્રેય હોસબોલે, અભિનેતા અનુપમ ખેર , બોધ્ધ ધર્મના દલાઇ લામા, આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકર સહિત અગ્રણીઓ ભાગ લઇ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply