અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને દક્ષિણ કોરિયા જેવા દેશો ભારતની મદદ માટે આવ્યા
Live TV
-
કોરોના સામેની લડાઈમાં વિશ્વ ના 40 દેશો ભારતની પડખે ઉભા રહ્યા છે. અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને દક્ષિણ કોરિયા જેવા દેશો ભારતની મદદ માટે આવ્યા છે.
કોરોના સામેની લડાઈમાં વિશ્વ ના 40 દેશો ભારતની પડખે ઉભા રહ્યા છે. અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને દક્ષિણ કોરિયા જેવા દેશો ભારતની મદદ માટે આવ્યા છે. અમેરિકાથી મળનારી મદદ ભારત પહોંચવાની શરૂઆત થઈ ચુકી છે. જેમાં 1 હજાર ઑક્સિજન સિલિન્ડર અને 1.5 કરોડ N - 95 માસ્કનો સમાવેશ થાય છે. તો રશિયાથી ઑક્સિજન, ઈંજેક્શન અને દવાઓ સહિતની કુલ 20 ટન રાહત સામગ્રી ભારતને મોકલવામાં આવી છે. બ્રિટનથી 120 ઑક્સિજન કન્સનટ્રેટર પૈકીનો પ્રથમ જથ્થો મળવાનો શરૂ થયો છે .રશિયા અને રોમાનિયાથી રાહત સામગ્રી પહોંચી રહી છે..જર્મનીથી ઓક્સિજન કન્સ્ટ્રેટરનો જથ્થો મોકલવામાં આવ્યો છે. નોર્વે સરકારે ભારતને 24 લાખ ડૉલરની મદદ કરવાની ખાતરી આપી છે.
