Skip to main content
Settings Settings for Dark

સેના પ્રમુખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

Live TV

X
  • ગુરૂવારે ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ એમ.એમ. નરવણેએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે કોવિડ પ્રબંધનમાં સૈન્ય દ્વારા થઇ રહેલા પ્રયાસના વિવિધ પાસા અંગે ચર્ચા કરી હતી. જનરલ નરવણેએ પ્રધાનમંત્રીને જાણકારી આપી હતી કે રાજ્ય સરકારોને સેનાનો મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ કરાવાઇ રહ્યો છે.

    ગુરૂવારે  ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ એમ.એમ. નરવણેએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે કોવિડ પ્રબંધનમાં સૈન્ય દ્વારા થઇ રહેલા પ્રયાસના વિવિધ પાસા અંગે ચર્ચા કરી હતી. જનરલ નરવણેએ પ્રધાનમંત્રીને જાણકારી આપી હતી કે રાજ્ય સરકારોને સેનાનો મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ કરાવાઇ રહ્યો છે. તેમણે જણાવ્યું, કે સેના દેશના વિવિધ વિસ્તારોમાં હંગામી હોસ્પિટલ્સ ઉભી કરી  રહી છે.  જ્યાં પણ સંભવ હોય  ત્યાં નાગરિકો માટે સેના પોતાની હોસ્પિટલ ખોલી રહી છે. તેમણે કહ્યું, કે આયાત થયેલા ઓક્સિજન ટેન્કર્સ અને વાહનોના મુદ્દે પણ સેના મદદ કરી રહી છે. સેનાએ પુણે ખાતે એક તબીબી કેન્દ્ર શરૂ કરી દીધું છે. નાગરિકોની સારવાર માટે સેનાના તબીબો અને પેરામેડિકલ સ્ટાફ પણ ઉપલબ્ધ કરાવાઇ રહ્યો છે. સેનાએ અમદાવાદમાં 900 બેડ અને બાડમેરમાં 100 બેડ ધરાવતી હોસ્પિટલ તૈયાર કરી છે. મધ્યપ્રદેશમાં પણ આ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા છે. ભોપાલમાં 100 અને ગ્વાલિયરમાં 40 બેડ ધરાવતી  હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply