પ્રધાનમંત્રીએ ગઇકાલે સાંજે રશિયાના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે સાંજે રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે કોવિડ-19ની સ્થિતિ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી સામે ભારતની લડતમાં સહાય કરવા બદલ રશિયાનો આભાર માન્યો હતો. તેમણે કોરોના સામેની લડત અંતરિક્ષનું સંશોધન હાઇડ્રોજન અર્થ વ્યવસ્થા સાથે ઉર્જાના નવીનીકરણમાં પણ એક બીજાના સહયોગ અંગે ચર્ચા કરી હતી.
