અમેરિકી પ્રમુખની તાજપોશીએ ભારતીય શેરબજાર ઉપર હકારાત્મક અસર જન્માવી
Live TV
-
અમેરિકી પ્રમુખની તાજપોશીએ ભારતીય શેરબજાર ઉપર હકારાત્મક અસર જન્માવી છે. મુંબઈ શેર બજારનો સેન્સેક્સ સવારે 282 પોઇન્ટ ઉંચે જઇને પહેલી જ વાર 50 હજારના રેકર્ડ સ્તરે કામકાજ કરી રહ્યો હતો. બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ અને ટેક મહિન્દ્રાના શેરોમાં તેજી જોવા મળી છે. સવારે સેન્સેક્સે 50 હજાર 74 પોઇન્ટની સપાટી વટાવી દીધી હતી. નિફ્ટી આંક પણ 80 પોઇન્ટના વધારા સાથે 14 હજાર 724 પોઇન્ટની ઉંચી સપાટીએ હતો. ઓટો સેક્ટરમાં તેજીને પગલે નિફ્ટી ઓટો સુચકાંકમાં પણ 1.21 ટકાનો વધારો નોંધાયો હતો.
