પ્રધાનમંત્રીએ જો બાઈડેન અને કમલા હેરિસને પદ ગ્રહણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જો બાઈડેનને અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ ગ્રહણ કરવા બદલ અને કમલા હેરિસને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનું પદ ગ્રહણ કરવા બદલ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા છે. શ્રેણીબદ્ધ ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે "જો બાઈડેનને અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ ગ્રહણ કરવા બદલ મારા હાર્દિક અભિનંદન. હું ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે તેમની સાથે કામ કરવા આશાન્વિત છું. અમેરિકાના સફળ નેતૃત્વપૂર્ણ કાર્યકાળ માટે મારી શુભેચ્છાઓ કારણ કે આપણે વૈશ્વિક શાંતિ અને સલામતીને આગળ વધારવા માટે એકતા અને સ્થિતિસ્થાપકતા સાથે એકસમાન સામાન્ય પડકારોનો સામનો કરી રહ્યા છીએ. ભારત-અમેરિકા ભાગીદારી સહિયારા મૂલ્યો પર આધારિત છે. આપણી પાસે એક નોંધપાત્ર અને બહુઆયામી દ્વિપક્ષીય કાર્યસૂચિ છે, જે આર્થિક જોડાણ અને ઉત્સાહથી પરિપૂર્ણ લોકોની વચ્ચે વધી રહી છે. ભારત-અમેરિકાની ભાગીદારીને વધારે ઉંચાઈ પર લઈ જવા માટે રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે કામ કરવા પ્રતિબદ્ધ છું."
નરેન્દ્ર મોદીએ સુશ્રી કમલા હેરિસને અભિનંદન પાઠવતા ટ્વિટમાં કહ્યું કે, કમલા હેરિસને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનું પદ ગ્રહણ કરવા બદલ અભિનંદન. આ એક ઐતિહાસિક પ્રસંગ છે. સુશ્રી કમલા હેરિસની મુલાકાત લઈને ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા રાખું છું. ભારત- અમેરિકાની ભાગીદારી દુનિયા માટે ફાયદાકારક રહેશે."
