અમે પહેલો ગોળીબાર નહીં કરીએ, પણ ગોળીબાર થશે તો નહી સાંખી લઈએ-રાજનાથસિંહ
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવતુ
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવતુ..પવિત્ર રમઝાન મહિનામાં પાકિસ્તાને ફરીએકવાર તેની નાપાક હરકતને અંજામ આપતા અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે..ગૃહમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, 'અમે પહેલી ગોળી નહીં ચલાવીએ પરંતુ ગોળી ચાલ્યા બાદ તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે..તેમણે કહ્યુ હતુ કે પાડોશી દેશ શાંતિ નથી ઈચ્છતું..અને તેની હરકતો કાર્યવાહી કરવા તરફ દોરી જાય છે..જમ્મુ-કાશ્મીરમાં ચાલુ વર્ષે આંતરરાષ્ટ્રીય સરહદે અને નિયંત્રણ રેખા પર પાક.તરફથી ગોળીબારની ઘટનાઓ લગાતાર વધી રહી છે..700થી વધુ ઘટનાઓમાં 18 સેનાનાા જવાન સહિત 38 લોકો માર્યા ગયા છે..અને અસંખ્ય લોકો ઘવાયા છે..
