Skip to main content
Settings Settings for Dark

અયોધ્યાના ચુકાદા બાદની શાંતિ સૂચવે છે કે, રાષ્ટ્રહિત તમામના દિલમાં વસેલું છેઃ પીએમ

Live TV

X
  • મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ એનસીસી દિવસ પ્રસંગે કેડેટ્સ સાથે કરી પ્રશ્નોત્તરી, બંધારણ દિવસની ઉજવણીમાં સામેલ થવા નાગરિકોને કરી અપીલ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા 59 મી વખત દેશવાસીઓને સંબોધન કર્યું હતું. દેશભક્તિ અને સેવાના રંગમાં સજ્જ યુવાઓને ઉત્સાહ આપતા પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની શરૂઆત એનસીસી દિવસની શુભકામનાઓ સાથે કરી. પીએમ મોદીએ એનસીસી કેડર સાથે વાત કરતા કહ્યું કે, હું પોતાને એનસીસીનો કેન્ડીડેટ માનું છું, એનસીસીમાં સેના, વાયુ સેના, નૌ સેના હોય છે. એનસીસીનું શિસ્ત જીવનમાં સુધારો લાવે છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં દરેક જગ્યા પ્રવાસ માટે લાયક છે તમારે પ્રકૃતિ માણવી હોય તો નોર્થ ઇસ્ટ જાવ, મે ક્યારેય વિચાર્યુ નહોતુ કે રાજકારણમાં આવીશ. એનસીસી એટલે કાર્યક્ષમ નેતૃત્વ, દેશભક્તિ, નિ:સ્વાર્થ સેવા, શિસ્ત અને તેમના વર્તન અને ટેવમાં સખત મહેનત. વડાપ્રધાન મોદીએ સંબોધનમાં સાત ડિસેમ્બરે આર્મ્ડ ફોર્સિઝ ફ્લેગ ડે અવસર પર દેશવાસીઓને વીર સૈનિકોની હિંમત, બહાદુરી અને સૈનિકો સમર્પણ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો.વડાપ્રધાને અયોધ્યાના ચુકાદાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય પછી હવે દેશ નવી આશાઓ અને અપેક્ષાઓ સાથે નવા ઇરાદા સાથે એક નવા રસ્તા તરફ આગળ વધી રહ્યો છે. આ ભાવનાને અપનાવીને શાંતિ, એકતા અને સદભાવ સાથે આગળ વધે આ મારી ઇચ્છા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply