લોકસભામાં ઇ-સિગારેટ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવાના અધ્યાદેશના બદલે રજુ થયું વિધેયક
Live TV
-
પર્યાવરણ પ્રધાને આપ્યું નિવેદન
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સિંગલ-યુઝ પ્લાસ્ટિક અંગેના પ્રશ્નના જવાબમાં પર્યાવરણ પ્રધાને કહ્યું કે, દેશના તમામ રાજ્યોના પર્યાવરણ પ્રધાનોની બેઠક ટૂંક સમયમાં બોલાવવામાં આવી રહી છે. જેમાં પ્લાસ્ટિકના કચરાને નિકાલ કરવાના પગલાં અંગે આગળની રણનીતિઓ તૈયાર કરવામાં આવશે. બપોરે, લોકસભામાં ઇલેક્ટ્રોનિક સિગારેટ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકતા વટહુકમની જગ્યાએ લોકસભામાં એક ખરડો રજૂ કરવામાં આવ્યો.
શુક્રવારે લોકસભામાં પશ્ચિમ બંગાળમાં પેરા શિક્ષકોની હડતાલ મુદ્દે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના સભ્યો વચ્ચે હોબાળો થયો હતો. ભાજપના સભ્ય લોકેટ ચેટર્જીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વિકટ છે અને મુખ્યમંત્રી આ મુદ્દાઓ પર મૌન રહ્યા છે.
