Skip to main content
Settings Settings for Dark

એનસીપી વિધાનસભા પક્ષના નેતા પદેથી અજીત પવારની હકાલપટ્ટી

Live TV

X
  • વ્હીપ જારી કરવાનો અધિકાર છીનવાયો - જયંત પાટીલ બન્યા એનસીપી વિધાનસભા પક્ષના નવા નેતા

    મહારાષ્ટ્રમાં ભાજપ સાથે હાથ મિલાવીને શનિવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેનારા અજીત પવારને એનસીપીએ વિધાનસભા પક્ષના નેતા પદેથી દૂર કર્યા છે. તે સાથે જ અજીત પવાર પાસેથી વ્હીપ જારી કરવાના અધિકાર પણ છીનવી લેવામાં આવ્યા છે. અજીતના સ્થાને એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલને વિધાનસભા પક્ષના નવા નેતા બનાવવામાં આવ્યા છે. એનસીપીની બેઠકમાં શનિવારે જ આ નિર્ણય લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં એનસીપીના 42 વિધાનસભ્યો હાજર હતા. એનસીપીના નારાજ પાંચ વિધાનસભ્યોને મનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. આજે પણ એનસીપી વિધાનસભ્યોની એક બેઠક બોલાવવામાં આવી છે. રાજ્યપાલે દેવેન્દ્ર ફણડવીસને બહુમતી સાબિત કરવા 30 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. તેવામાં રાજ્યમાં રીસોર્ટ રાજકારણ શરૂ થઈ ગયું છે. એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાએ પોતાના વિધાનસભ્યોને હોટલમાં શિફ્ટ કરવાનું શરૂ કરી દીધું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply