અયોધ્યા ભૂમિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા સમિતિને 31 જુલાઈ સુધી રિપોર્ટ આપવા જણાવ્યું
Live TV
-
સુપ્રીમ કોર્ટે અયોધ્યા ભૂમિ વિવાદ મામલે મધ્યસ્થતા પ્રક્રિયાને યથાવત્ રાખવા પર સંમતિ આપતા મધ્યસ્થતા સમિતિને 31 જુલાઈ સુધી રિપોર્ટ આપવા જણાવ્યું છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે આગળની કાર્યવાહી નિશ્ચિત કરવા માટે સુનાવણીની તારીખ બે ઓગષ્ટ નક્કી કરી છે.
સુપ્રીમ કોર્ટે અયોધ્યા ભૂમિ વિવાદ મામલે મધ્યસ્થતા પ્રક્રિયાને યથાવત્ રાખવા પર સંમતિ આપતા મધ્યસ્થતા સમિતિને 31 જુલાઈ સુધી રિપોર્ટ આપવા જણાવ્યું છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે આગળની કાર્યવાહી નિશ્ચિત કરવા માટે સુનાવણીની તારીખ બે ઓગષ્ટ નક્કી કરી છે. મધ્યસ્થતા સમિતિના અધ્યક્ષ પૂર્વ ન્યાયમૂર્તિ એફ.એમ.કલીફુલ્લાએ સુપ્રિમ કોર્ટને આજે રિપોર્ટ સોંપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, અયોધ્યા મધ્યસ્થતા સમિતિનો રિપોર્ટ ગુપ્ત રાખવામાં આવશે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય ખંડપીઠે ગત સપ્તાહે ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિના અધ્યક્ષ એફ.એમ.કલીફુલ્લાને અનુરોધ કર્યો હતો કે તેઓ મધ્યસ્થતા સમિતિની કાર્ય પ્રગતિનો રિપોર્ટ 18 જુલાઈ સુધી સુપ્રીમ કોર્ટમાં રજુ કરે.
