Skip to main content
Settings Settings for Dark

કુલભૂષણ જાદવને લઇને રાજયસભામાં વિદેશમંત્રીનું નિવેદન

Live TV

X
  • કુલભૂષણ જાદવને લઇને  રાજયસભામાં વિદેશપ્રધાને કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયથી દરેક લોકો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.  અને આ નિર્ણયનું સ્વાગત સદનના દરેક સભ્યો દ્વારા કરવું જોઇએ.

    ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા આપવામાં આવેલા નિર્ણય ઉપર વિદેશ મંત્રી એસ.જયશંકરે રાજ્યસભા અને લોકસભામાં જાણકારી આપી હતી. વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું હતું કે, 15-1ના વોટથી ICJએ ભારતના આ દાવાને યોગ્ય ઠેરવ્યો છે કે, પાકિસ્તાન ઘણા મામલામાં વિયેના સંધિનો ભંગ કરી રહ્યું છે. વિદેશમંત્રીએ કહ્યું હતું કે, અમે ફરી એક વખત પાકિસ્તાનને કુલભૂષણ જાધવને છોડી મુકવા અને પાછો મોકલવાની માંગણી કરી રહ્યા છીએ. વિદેશમંત્રીએ વધુમાં જણાવ્યું કે, કુલભૂષણ જાધવના પરિવારે મુશ્કેલ પરિસ્થિતિઓમાં અદમ્ય સાહસ બતાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ વિશ્વાસ અપાવે છે કે, સરકાર તેમની સુરક્ષા અને હિત સુનિશ્ચિત કરવા માટે પોતાના પ્રયત્નો યથાવત્ રાખશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply