ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ રર જુલાઇના રોજ બપોર 2:43 વાગ્યે કરાશે: ઇસરો
Live TV
-
ઇસરો દ્રારા ચંદ્રયાન -2ના પ્રક્ષેપણને લઇને જાહેરાત કરવામા્ં આવી છે. ઇસરો જણાવ્યું છે કે, 22 જુલાઇના રોજ બપોરે 2 વાગ્યેને 43 મિનીટ પર ચંદ્રયાન -2નુ્ં પ્રક્ષેપણ કરવામાં આવશે. જોકે આ પહેલા 15 જુલાઇના રોજ ચંદ્રયાન -2નું પ્રક્ષેપણ કરવામાં આવનાર હતું.
ઇસરો દ્રારા ચંદ્રયાન -2ના પ્રક્ષેપણને લઇને જાહેરાત કરવામા્ં આવી છે. ઇસરો જણાવ્યું છે કે, 22 જુલાઇના રોજ બપોરે 2 વાગ્યેને 43 મિનીટ પર ચંદ્રયાન -2નુ્ં પ્રક્ષેપણ કરવામાં આવશે. જોકે આ પહેલા 15 જુલાઇના રોજ ચંદ્રયાન -2નું પ્રક્ષેપણ કરવામાં આવનાર હતું. પરંતુ લોન્ચ વ્હીકલ GSLV Mk III માં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. જેને લઇને ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ રદ કરવામાં આવ્યું હતું. ઈસરો દ્વારા મધરાતે 2 વાગ્યેને 51 મીનીટે સમગ્ર દેશ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવાનો હતો. પરંતુ લોન્ચ વ્હીકલ GSLVમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી. ચંદ્રયાન-2 પર દેશ જ નહીં પણ સમગ્ર વિશ્વની નજર ટકેલી છે. આ મિશન ઈસરોનું સૌથી મહત્વપૂર્ણ મિશનોમાંનું એક છે.
