મુખ્યમંત્રી કુમારસ્વામીને રાજયપાલે બપોર સુધીમાં વિશ્વાસમત પ્રાપ્ત કરવા કહ્યું
Live TV
-
કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર માટે એક નવો જ કોયડો ઉભો થયો છે. મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીને આજે બપોર સુધીમાં વિશ્વાસમત પ્રાપ્ત કરવા માટે જણાવાયું છે. કુમારસ્વામીએ ગઈકાલે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો હતો. વિપક્ષના નેતા ,વી.એસ. યદુરપ્પાએ કહ્યું ,કે ,વિશ્વાસ મતની પ્રક્રિયા ,એક દિવસ માં પૂર્ણ થવી જોઈએ. રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી કુમાર સ્વામીને આજે દોઢ વાગ્યા સુધીમાં વિશ્વાસ મત મેળવવા માટે જણાવ્યું છે.
કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર માટે એક નવો જ કોયડો ઉભો થયો છે. મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીને આજે બપોર સુધીમાં વિશ્વાસમત પ્રાપ્ત કરવા માટે જણાવાયું છે. કુમારસ્વામીએ ગઈકાલે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો હતો. વિપક્ષના નેતા ,વી.એસ. યદુરપ્પાએ કહ્યું ,કે ,વિશ્વાસ મતની પ્રક્રિયા ,એક દિવસ માં પૂર્ણ થવી જોઈએ. રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી કુમાર સ્વામીને આજે દોઢ વાગ્યા સુધીમાં વિશ્વાસ મત મેળવવા માટે જણાવ્યું છે. કર્ણાટકના રાજકારણમાં છેલ્લાં કેટલાંક દિવસોથી જે પરિવર્તન આવ્યું છે તેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. રાજીનામું આપેલા તમામ પંદર ધારાસભ્યો પોતાના નિર્ણય પર અડગ છે.
