Skip to main content
Settings Settings for Dark

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ NSA અજીત ડોભાલે ધર્મગુરુઓ સાથે કરી મુલાકાત

Live TV

X
  • તમામ વર્ગોએ શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે સરકારના પ્રયાસોની કરી પ્રશંસા

    અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી , નવી દિલ્લી ખાતે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલએ , હિંદુ ધર્મના સંતો અને મુસ્લીમ ધર્મના મૌલાનાઓ ઉપરાંત , બુદ્ધીજીવીઓ સાથે એક બેઠક કરી હતી. દેશના જીવંત લોકતંત્રને મજબૂત કરવાના વિશ્વાસ સાથે , ધર્મ ગુરુઓએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સહર્ષ સ્વીકાર કર્યો છે. સાથે જણાવ્યું કે, આ નિર્ણય બાદ દેશની એકતા વધુ મજબૂત થઈ છે. 

    આ પ્રસંગે શિયા ગુરુ , કલ-બે જવાદ, જમાયતે ઈસ્લામના સેક્રટરી, સલીમ એન્જીનીયર, યોગગુરુ રામદેવ, અવધેશાનંદ ગીરી ઉપરાંત , અન્ય ધર્મગુરુ અને મૌલાનાઓએ, બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં હાજર તમામ ધર્મ આગેવાનોએ જણાવ્યું કે, એકતાની ભાવના દેશની પંરપરા અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. તેમણે આશા વ્યક્ત કરી કે, આ નિર્ણય બાદ મિત્રતાની ભાવના વધુ ગાઢ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply