પૂર્વ મુખ્ય ચૂંટણી કમીશનર ટી. એન શેષનનું નિધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટી.એન.શેષનના નિધન પર વ્યક્ત કરી શોકની લાગણી
ભૂતપૂર્વ મુખ્યચૂંટણી કમિશનર ટી.એન.શેષનનું રવિવારે નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતાં અને તેમણે 1990થી 1996 દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર પદે સેવાઓ આપી હતી. દેશની ચૂંટણી પ્રક્રિયાની દશા બદલવાની દીશામાં શેસનની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. ભારતીય ચૂંટણી વ્યવસ્થામાં વહીવટી પારદર્શિતા લાવવાનો શ્રેય પણ ટી.એન.શેષનને ફાળે જાય છે. શેષન તામિલનાડુ કેડરના 1955ની બેચના આઈએએસ અધિકારી હતાં.તેમણે 10માં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સેવાઓ આપી હતી.
તેમના નિધનને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ સંદેશ દ્વારા શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના ટ્વિટ સંદેશમાં જણાવ્યું કે, શેષન અસાધારણ વ્યક્તિ હતા જેમને પુરી ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાથી દેશમાટે કાર્ય કર્યું. ચૂંટણી પ્રક્રિયા ક્ષેત્રે તેમણે કરેલા સુધારાઓથી લોકતંત્ર મજબૂત થયું છે. અને તેમના નિધનથી ખુબ જ દુઃખ થયું છે.ઈશ્વર તેમના દિવ્યઆત્માને શાંતિ અર્પે.
