કોંગ્રેસનો ગઢ ગણાતા દમણમાં 2000 કાર્યકરો ભાજપમાં જોડાયા
Live TV
-
સ્થાનિક ભાજપ નેતાઓએ તમામ નવા સભ્યોને આવકાર્યા
કોંગ્રેસનો ગઢ ગણાતા દમણના ડાભેલ વિસ્તારમાં , એક સાથે 2000 લોકો ભાજપમાં જોડાયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં , ડાભેલ વિસ્તારમાં 2000થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થયા હતા. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમંત્રી અને કાર્યકારી પ્રમુખ, વિવેક ઘાડકરના નેતૃત્વમાં, સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. ડાભેલના યુવા અગ્રણી જિગ્નેશ પટેલના નેતૃત્વમાં, કોગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે ભાજપના મહામંત્રી વાસુભાઈ પટેલ, નગર પાલિકાના પ્રમુખ મુકેશ પટેલ, ઉપપ્રમુખ મનોજ નાયક સહિત મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યાં હતા.
