જમ્મુ કાશ્મીર : બાંદીપુરામાં બે આતંકવાદીઓને માર્યા ઠાર, હથિયાર અને દારૂગોળો કબ્જે કરાયો
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરના બાંદીપુરા જિલ્લામાં બે આંતકીઓ ઠાર કરવાની સાથે 14 કલાકથી આતંકવાદીઓ સામે ચાલતી કાર્યવાહી પણ પૂર્ણ થઈ ગઈ છે. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતુંકે ઘટના સ્થળેથી દારૂ-ગોળો અને હથિયાર મળી આવ્યા છે. મૃતક આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. સેના વિશેષ કાર્યવાહી દળ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળની સંયુક્ત ટીમને ગઈકાલે બપોર બાદ આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ જિલ્લામાં વિઝારા લેઉડારામાં ઘેરાબંધી કરી હતી અને તપાસ અભિયાન શરૂ કર્યું હતું. સુરક્ષા દળની ટીમ જેવી સંદિગ્ધ સ્થળે પહોંચી કે તરત છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું હતું. સુરક્ષાદળની જવાબી કાર્યવાહીમાં આ આતંકવાદીઓ ઠાર મરાયા હતાં
