Maharastra : મહારાષ્ટ્રમાં સરકાર ગઠન બાબતે અસમંજસની સ્થિતિ યથાવત
Live TV
-
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે અને અસંમજસભરી સ્થિતિ વધુ ઘેરી બની રહી છે., તમામ રાજકીય પક્ષોના નેતાઓની બેઠક વધુ તેજ બની છે ત્યારે આજે દિલ્હીમાં સોનિયા ગાંધીના નિવાસ સ્થાને કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક મળી હતી બેઠક પૂર્ણ થયાં બાદ કોંગ્રેસના વરીષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડેગેએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને ફરી એક વાર સાંજે 4 કલાકે કોર કમિટીની બેઠક બોલાવાઈ છે તે બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે. તો એનસીપીએ કોર ગ્રુપની બેઠક બોલાવી છે. એનસીપીએ જણાવ્યું કે, કોંગ્રેસ સાથે વાતચીત થયા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. શિવસેના હજુ પણ મુખ્યમંત્રી પદ માટે અડગ છે. તો હવે શિવસેનાએ નવા વિકલ્પની પસંદગી કરી છે. શિવસેનાના 56, એનસીપીના 54 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો છે. તો આ ત્રણેયના ગઠબંધન સાથે નવી સરકારની રચના થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. મહત્વપૂર્ણ છે કે, રવિવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ વિધાનસભા ચૂંટણીમાં બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવેલી શિવસેનાને સરકાર બનાવવા માટે આમત્રંણ આપ્યું છે. જોકે એનસીપી શિવસેનાને કઈ શરતો પર સમર્થન આપે છે તે અંગે ખુલાસો થવાનો હજુ બાકી છે. મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કોઈપણ ભોગે મુખ્યમંત્રી તો શિવસેનાનો જ હશે. આ તરફ એનસીપીના નેતા નવાબ મલિકે કહ્યું કે, અંતિમ નિર્ણય એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને લેશે.
