Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રમાં કોની સરકાર?, રાજ્યપાલે NCPને સરકાર રચવા આમંત્રણ આપ્યું

Live TV

X
  • આજે રાત્રે 8.30 કલાક સુધીનો સમય અપાયો

    મહારાષ્ટ્રમાં હાલ જે રાજકીય પરિસ્થિતિ છે તેમાં કોની સરકાર રચાશે તેને લઈને કોઈ સ્પષ્ટતા થઈ નથી, ત્યારે રાજ્યપાલે NCPને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે, NCPને રાત્રે 8.30 કલાક સુધીનો સમય આપવામાં આવ્યો છે.કોંગ્રેસ અને NCPએ આ અંગે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી, તેવામાં મહારાષ્ટ્રના રાજ્યપાલે જણાવ્યું હતું કે, શિવસેનાએ સમર્થનની કોઈ ચિઠ્ઠી આપી નથી અને શિવસેનાએ વધુ ત્રણ દિવસનો સમય માંગ્યો છે. જો કે રાજયપાલે વધારે સમય આપવા અસમર્થતા બતાવી હતી. મહત્વનું છે કે કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાની બેઠકો યોજાઈ હતી. મુંબઈમાં એનસીપી કોર કમિટીની બેઠક મળી હતી તો દિલ્હીમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. જોકે આ બેઠક બાદ પણ કોંગ્રેસ અને એનસીપીએ સરકાર રચવા પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. દરમિયાન કેન્દ્રીય કેબિનેટમાં શિવસેનાના પ્રતિનિધિ અરવિંદ સાવંતે પોતાના હોદ્દેથી પરથી રાજીનામુ આપી દીધું હતું. મહારાષ્ટ્રમાં શિવસેનાના 56, એનસીપીના 54 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો છે. તો આ ત્રણેયના ગઠબંધન સાથે નવી સરકારની રચના થાય તેવી ચર્ચા ચાલી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply