અયોધ્યા મામલોઃ 18મી ઓક્ટોબર બાદ કોઈ પક્ષકારની દલીલ સાંભળવામાં આવશે નહીં
Live TV
-
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.ત્યારે આજે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોએ સ્પષ્ટ કર્યું કે 18મી ઓક્ટોબર બાદ એક પણ પક્ષકારની દલીલ સાંભળવામાં આવશે નહીં.ચીફ જસ્ટિસે નક્કી કરેલી સમય મર્યાદા પહેલા કોઈ પણ સંજોગોમાં સુનાવણી પૂર્ણ કરવા તમામ પક્ષકારોને જણાવ્યું હતું.સુપ્રીમ કોર્ટમાં છેલ્લા 31 દિવસથી સુનાવણી ચાલી રહી છે.અને આજે 32મા દિવસે કોર્ટે તમામ પક્ષકારોને સ્પષ્ટ શબ્દોમાં નિયત સમય મર્યાદામાં સુનાવણી પૂર્ણ કરવા કહ્યું હતું.