ચીન સહિત અને રાષ્ટ્રના સમકક્ષો સાથે વિદેશ મંત્રી એસ.જયશંકરે કરી મુલાકાત
Live TV
-
ઓસ્ટ્રેલિયા, યુક્રેન, ઈટલી અને ચેક ગણરાજ્યના સમકક્ષો સાથે ન્યૂયોર્કમાં કરી દ્વિપક્ષીય બેઠક
વિદેશ મંત્રી એસ.જયશંકરે ચીન, ઓસ્ટ્રેલિયા, યુક્રેન, ઈટલી અને ચેક ગણરાજ્યના સમકક્ષો સાથે ન્યૂયોર્કમાં દ્વિપક્ષીય બેઠક કરી હતી. વિદેશ મંત્રીએ આ દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા સહિત ઉર્જા, બિઝનેસ તેમજ કોર્પોરેટ સાથે જોડાયેલા મહત્વના મુદ્દા પર ચર્ચા કરી હતી.
વિદેશ મંત્રીએ કહ્યું કે ચીની વિદેશ મંત્રી વાંગ યી સાથે તેમની મુલાકાત સંબંધોની સમીક્ષા કરવામાં સહાયક થશે. ચેક ગણરાજ્યના વિદેશ મંત્રી ટોમસ પેટ્રીસેક સાથે થયેલી મુલાકાત પર ખુશી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે આ દરમિયાન ગણરાજ્ય, વિસેગ્રાદ સમૂહ અને યુરોપીય સંઘ સાથે ભારતના સહયોગ પર ચર્ચા કરી હતી.
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મારિઝ પાયને સાથે થયેલી બેઠકને જયશંકરે સાર્થક અને બન્ને પક્ષોના સંબંધોની ગુણવત્તાને વધારવા યોગ્ય જણાવી હતી.