પાકિસ્તાન પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના આકરા પ્રહાર
Live TV
-
રાજસ્થાનના જયપુરમાં એક સંબોધન કરતી વખતે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને પાકિસ્તાનની સખત ટીકા કરી હતી.
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાન ઉપર ફરી એક વખત પ્રહાર કર્યો હતો. તેમણે સખત શબ્દોમાં પાકિસ્તાનને જણાવ્યું હતું કે, આતંકવાદથી ભારતને તોડવાના પ્રયત્નો થયા કરે છે. પરંતુ ભારતમાં પાકિસ્તાનને વારંવાર હુમલાઓ કર્યા છતાં ભારતે પાકિસ્તાનની સમપ્રભુતા પર હુમલો કર્યો નથી.
રાજસ્થાનના જયપુરમાં એક સંબોધન કરતી વખતે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાને પાકિસ્તાનની સખત ટીકા કરી હતી. સંરક્ષણ પ્રધાને જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર થયા પછી આકુળ વ્યાકુળ થયેલા પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ઝાટક્યું હતું. સંરક્ષણ પ્રધાને પાકિસ્તાન પ્રેરીત આતંકવાદની પણ આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે વારંવાર ભારતની સંપ્રભુતા પર હુમલો કર્યા પછી પણ હજુ ભારત અડીખમ છે.