ટીબી હારેગા દેશ જીતેગા" અભિયાનની કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને કરાવી શરૂઆત
Live TV
-
દેશમાં આજથી "ટીબી હારેગા દેશ જીતેગા" અભિયાનની કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને કરાવી શરૂઆત. ઉત્તમ કામગીરી માટે ગુજરાત, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા અને સિક્કિમને કરાયા સન્માનિત.
દેશમાં આજથી ટીબી વિરૂધ્ધ "ટીબી હારેગા દેશ જીતેગા" અભિયાનની શરૂઆત થઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને નવી દિલ્હી ખાતે તેની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે ડો. હર્ષવર્ધને ઉત્તમ કામગીરી કરનારા સભ્યોને ,સન્માનિત કર્યા હતા. 50 લાખથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ જ્યારે 50 લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યોમાં ત્રિપુરા અને સિક્કીમને ,પુરસ્કૃત કરાયા હતા. જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશમાં પોંડીચેરી અને દમણ-દીવને પણ સન્માનિત કરાયા. આ પ્રસંગે ડો. હર્ષવર્ધને જણાવ્યું કે 2025 સુધી દેશને ટીબી મુક્ત બનાવવા માટે સરકારે કમર કસી છે.