ન્યૂયોર્કમાં પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત
Live TV
-
ટ્રમ્પે પીએમ મોદીને ફાધર ઓફ ઇન્ડિયા ગણાવ્યા,આતંકવાદ અને વેપાર પર પણ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે ન્યૂયોર્કમાં બેઠક યોજાઇ હતી. બંને વચ્ચે થયેલી મુલાકાતમાં આતંકવાદ પર લાંબી વાતચીત કરવામાં આવી હતી.આ ઉપરાંત બંને નેતાઓ વચ્ચે વેપાર સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને ફાધર ઓફ ઈન્ડિયા ગણાવ્યા હતા.. તો સાથોસાથ ટ્રમ્પે જાણકારી આપી હતી કે અમેરિકા ભારત સાથે બહુ જલ્દી વેપાર સમજૂતિ કરશે... જેનાથી બંને દેશો વચ્ચે આર્થિક સંબંધોને મજબુતી મળશે.. આ તકે પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે જ્યાં સુધી વેપારને સંબંધ છે મને એ જણાવતા ખુશી થાય છે કે હ્યુસ્ટનમાં મારી હાજરીમાં ભારતીય કંપની પેટ્રોનેટે 2.5 અરબ ડોલરની સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે.. જેનાથી આવનારા વર્ષોમાં 60 અરબ ડોલરનો વેપાર થશે અને 50 હજાર નોકરીઓની તકો ઉપલબ્ધ કરી શકાશે.