ગાંધી સોલર પાર્કનું પીએમ મોદીના હસ્તે ઉદ્દઘાટન
Live TV
-
સંયુક્ત રાષ્ટ્રને ભારત તરફથી ભેટ,જળવાયું પરિવર્તન સામે લડવાની ભારતની કટિબદ્ધતાનું પ્રતીક
મહાત્મા ગાંધીની 150મી જયંતિના અવસરે સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું વિશ્વની સૌથી મોટી પંચાયતમાં ગાંધીજીના વિચારોની પ્રાસંગિક્તા પર ચર્ચા કરવા વિશ્વભરના અનેક મોટા નેતાઓ સામેલ થયા હતા. આ પ્રસંગે ગાંધીજીને સમર્પિત સંયુક્ત રાષ્ટ્રની ઈમારતની છત પર ભારત તરફથી લગાવવામાં આવેલા સૌર પેનલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમા સંયુક્ત રાષ્ટ્રના દરેક સદસ્ય દેશોને સમર્પિત 193 પેનલ લગાવવામાં આવી છે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે તત્કાલિન સમયે જ્યારે લોકોને કેવી રીતે પ્રભાવિત કરવામાં આવે તેના પર ફોકસ કરવામાં આવતુ હતુ ત્યારે મહાત્મા ગાંધીએ લોકોને કેવી રીતે પ્રેરિત કરી શકાય તે સિદ્ધાંતને આગળ વધાર્યો હતો.