અરુણાચલમાં મુખ્યપ્રધાન પેમા ખંડુ અને મંત્રીમંડળનું રાજીનામું. અહીં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મેળવી છે જીત
Live TV
-
અરૂણાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના વિધાયક દળની આજે બેઠક મળશે. જેમાં પૈમા ખાંડુનું મુખ્યમંત્રી બનવું લગભગ નક્કી જ છે. વિધાયક દળની બેઠક પછી તેઓ રાજ્યપાલ બી.ડી. મિશ્રાની મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. નવમી અરૂણાચલ પ્રદેશ વિધાનસભાની મુદત પહેલી જૂનના રોજ સમાપ્ત થઈ રહી છે. આ અગાઉ નવી વિધાનસભાની રચના કરવી પડશે. મુખ્યમંત્રી પૈમા ખાંડુ અને તેમના મંત્રીમંડળે ગઈકાલે રાજ્યપાલને પોતાના રાજીનામાં સોંપી દીધા હતા. ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની 60 બેઠકોમાંથી પહેલી વખત 41 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે.
