પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વારાણસીની મુલાકાત,કાશી વિશ્વનાથ મંદિરે કરી ભગવાન શિવની પૂજા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની વારાણસીની મુલાકાત દરમિયાન દીનદયાલ હસ્તકલા સંકુલ ખાતે કાર્યકર્તાઓ અને ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કાર્યકર્તાઓને આભાર માન્યો હતો. અને તેમની જીત એ કાર્યકર્તાઓના પરિશ્રમને આભારી હોવાનું જણાવ્યું હતું. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મત વિસ્તાર વારાણસી પહોંચ્યા હતા. જ્યાં હવાઈ મથકે રાજ્યપાલ રામ નાઈક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક રાજકીય આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીની 2019ની લોકસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ વારાણસીની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદીએ આ દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરે જઈ ભગવાન શિવની પૂજા - અર્ચના કરી હતી.
