અરૂણાચલ કોરિ઼ડોર ભારત અને દક્ષિણ એશિયાની વચ્ચે ભૂમિ વિસ્તારમાં સેતુનું કામ કરશે- રાજનાથસિંહ
Live TV
-
કેન્દ્ર સરકાર પૂર્વોતર કોરિડોર બનાવવાની દીશામાં કરી રહી છે વિચાર
કેન્દ્ર સરકાર પૂર્વોતર કોરિડોર બનાવવાની દીશામાં વિચાર કરી રહી છે.. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે અરૂણાચલપ્રદેશના તવાંગમાં 11માં મૈત્રી દિવસના સમારોહમાં સંબોધન કરતા આ અંગેની જાણકારી આપી હતી. રક્ષામંત્રીએ કહ્યું કે, અરૂણાચલ કોરિ઼ડોર ભારત અને દક્ષિણ એશિયાની વચ્ચે ભૂમિ વિસ્તારમાં સેતુનું કામ કરશે..આ કોરિડોરથી રોજગારી પણ ઉભી થશે તેમજ વેપાર અને પર્યટન ક્ષેત્રને પણ વેગ મળશે.. રાજનાથ સિંહે પૂર્વોત્તરના વિકાસની ચર્ચા કરતા ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની દીશામાં આગળ વધી રહ્યો છે.. તેમણે એ પણ કહ્યું કે, નવા ભારતનો માર્ગ ઉત્તરથી પસાર થઈને નીકળે છે..
