Skip to main content
Settings Settings for Dark

ઝારખંડ વિધાનસભા ચૂંટણી - આજસૂ 26 બેઠકો પર ચૂંટણી લડશે, આજે જાહેર કરશે યાદી

Live TV

X
  • કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટે પોતાના 40 સ્ટાર પ્રચારકોની યાદી બનાવી

    ઝારખંડ વિધાનસભાની 81 બેઠક માટે 30 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે..  ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો સક્રીય થઈ ગયા છે બીજી તરફ ભાજપ અને આજસૂ ગઠબંધન ભંગાણના આરે જોવા મળી રહ્યું છે..  આજસૂ 26 બેઠકો પર ચૂંટણી લડશે અને આજે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરશે... તો ભાજપે પણ પોતાના વધુ 15 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે અને હવે માત્ર નવ જ બેઠક પર તેમણે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત બાકી રાખી છે..  કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટે પોતાના 40 સ્ટાર પ્રચારકોની યાદી બનાવી છે જેમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી જેવા કોંગ્રેસના કદાવર નેતાઓ ચૂંટણી માટે પ્રચાર  કરશે. જો કે, આ યાદીમાં પ્રિયંકા ગાંધી વાડ્રાનું નામ સામેલ નથી.. ચૂંટણીને લઈને તમામ રાજીકીય પક્ષના નેતાઓએ રાજ્યમાં રેલીઓનો સિલસિલો પણ શરૂ કરી દીધો છે.. મહત્વપૂર્ણ છે કે, 23 ડિસેમ્બરે ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply