બ્રિક્સ સંમેલન : PM નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે કરી દ્વીપક્ષીય ચર્ચા
Live TV
-
રાષ્ટ્રપતિ પુતિને આગામી વર્ષે રશિયામાં આયોજીત થનારા વિજય સમારોહમાં સામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
24 કલાકની લાંબી યાત્રા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલની ધરતી ઉપર પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યાના થોડાક કલાકો પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રથમ ઔપચારિક કાર્યક્રમ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય મુલાકાતનો રહ્યો હતો. 11માં બ્રિક્સ શિખર સંમેલનની સાથે આ મુલાકાત આ વર્ષની ચોથી મુલાકાત છે. મુલાકાત દરમિયાન ગ્લાડીમોસ્કોની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રા પછી સ્થાપિત દ્વપિક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે રક્ષા મંત્રી અને પેટ્રોલિયમ મંત્રીની રશિયાની યાત્રાનો વિશેષ રુપથી ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રપતિ પુતિને આગામી વર્ષે રશિયામાં આયોજીત થનારા વિજય સમારોહમાં સામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતું. જેનો પીએમે સહર્ષતાથી સ્વિકાર કરી લીધો હતો.
બંને નેતાઓએ 2025 સુધી 25 અરબ અમેરિકન ડોલરના દ્વિપક્ષીય વેપારના લક્ષ્યાંકને પહેલા જ મેળવી લેવા પર સંતોષ વ્યક્ત કર્યો છે. બંને નેતાઓએ તેલ અને પ્રાકૃતિક ગેસના આયાત પર પ્રગતિ અને સ્થિરતાનું નિરીક્ષણ કર્યું હતું. રાષ્ટ્રપતિ પુતિને આર્કટિક ક્ષેત્રમાં પ્રાકૃતિક ગેસની ક્ષમતાનો ઉલ્લેખ કરીને ભારતને ત્યાં નિવેશ માટે આમંત્રણ પાઠવ્યું છે. મુલાકાત દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં થયેલી પ્રગતિ વિશેષ કરીને રેલવેના ક્ષેત્રમાં થયેલ કામ પર ચર્ચા થઈ હતી. નાગપુર-સિકંદરાબાદ રેલવે લાઇનની સમીક્ષા કરવામાં આવી. બંને નેતાઓએ રક્ષા ક્ષેત્ર અને પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં ત્રીજા દેશોની સંભાવનાનું સ્વાગત કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલિયામાં ચીન, રશિયા અને બ્રાઝિલના રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય મુલાકાત કરીને સંબંધોને નવી ઉર્જા આપી હતી.
