PM નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિને આગામી ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું
Live TV
-
ભારતમાં કૃષિ ઉપકરણ, પશુપાલન અને જૈવિક ઇંધણમાં બ્રાઝિલ દ્વારા રોકાણની ઘણી સંભાવના - PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિક્સ શિખર સંમેલનના ઇતર બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિને આગામી વર્ષે આયોજીત ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. જેનો બ્રાઝિલના રાષ્ટ્રપતિએ સ્વિકાર કરી લીધો છે. બંને નેતાઓની મુલાકાત દરમિયાન ભારત-બ્રાઝિલ વચ્ચે રણનિતીક ભાગીદારીને સમગ્ર રુપથી વધારવા માટે સહમતિ દર્શાવી હતી. પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યું હતું કે ભારતમાં કૃષિ ઉપકરણ, પશુપાલન અને જૈવિક ઇંધણમાં બ્રાઝિલ દ્વારા રોકાણની ઘણી સંભાવના છે.
