અરૂણ જેટલીઃ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો સંસ્થાઓના અસ્તિત્વ માટે ખતરનાક
Live TV
-
અરૂણ જેટલીએ પોતાા ટ્વીટમાં કહ્યું કે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો સંસ્થાના અસ્તિત્વ માટે ખતરનાક છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આતંકીઓ, ગુનેગારો અને અરાજક તત્વો માટે દયા છલકે છે.
કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ આતંકીઓના સમર્થન અને સંસ્થાઓના અસ્તિત્વ પર નિશાન સાધવા માટે કોંગ્રેસની આલોચના કરી છે. પોતાના બ્લોગમાં અરૂણ જેટલીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને સંસ્થાના અસ્તિત્વ માટે ખતરનાક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો આતંકીઓનો સમર્થક છે અને સંસ્થાના અસ્તિત્વ માટે ખતરનાક છે.
જેટલીએ કહ્યું, ચૂંટણી ઢંઢેરામાં આતંકીઓ, ગુનેગારો અને અરાજકતત્વો માટે દયા છલકે છે, જ્યારે દેશના સ્વતંત્ર મીડિયાના વર્તમાન સ્વરૂપ માટે ઘાતક છે.
