પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના અમરોહામાં સભાને સંબોધી
Live TV
-
ઉત્તરપ્રદેશમાં આવેલ અમરોહામાં સભાને સંબોધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પક્ષના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધી હતી.
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની તારીખ નજીક આવતી જાય છે, તેમ તેમ ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશમાં બે ચૂંટણી રેલી સંબોધવાના છે. જેમાં ઉત્તરપ્રદેશમાં આવેલ અમરોહામાં સભાને સંબોધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પક્ષના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભાને સંબોધે તે પહેલા મોદી, મોદી, મોદી ના નારા લાગ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમરોહા સભા બાદ ઉત્તરપ્રદેશના સહરાનપુરમાં સભાને સંબોધશે.સહરાનપુરમાં 11 એપ્રિલે , જ્યારે અમરોહામાં 18 એપ્રિલે મતદાન થશે. પ્રથમ તબક્કા માટે પ્રધાનમંત્રીની આ બીજી રેલી છે. અગાઉ તેમણે મેરઠમાં ચૂંટણી રેલી સંબોધી હતી.
