Skip to main content
Settings Settings for Dark

અર્થતંત્રને વેગ આપવા RBI સરકારને સહાય કરશે

Live TV

X
  • સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય

    ભારતીય રિઝર્વ બેંકે લાભાંશ અને સરપ્લસ રીઝર્વરૂપમાં સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. RBI બોર્ડ દ્વારા બિમલ જાલન કમિટીની ભલામણને મંજૂરી અપાયા બાદ RBIએ આ નિર્ણય કર્યો છે. RBIના વધારાના રિઝર્વને સરકારને ફાળવવા માટે વિચાર કરવા RBIના પૂર્વ ગર્વનર બિમલ જાલનની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિને RBIની વર્તમાન ઈકોનોમિક કેપિટલ ફ્રેમવર્કની સમીક્ષા કરવાની જવાબદારી આપવામાં આવી હતી. આ સમિતિએ RBIના ગર્વનરને અહેવાલ સુપ્રત કર્યો છે. RBI તરફથી સરપ્લસ ટ્રાન્સફર થવાથી કેન્દ્ર સરકાર પાસે વધારાના નાણાં આવશે, જે સરકારને સાર્વજનીક લોન ચુકવવા અને બેંકોમાં નાણાં ઉમેરવામાં મદદ મળશે. આ પગલે મોટી માત્રામાં બજારમાં નાણાં આવશે અને માંગ વધવાની આશા રાખવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply