Skip to main content
Settings Settings for Dark

અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે સરકારે નિકાસ અને હાઉસિંગ સેકટરને લઇ કરી જાહેરાત

Live TV

X
  • નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું મોંઘવારી કાબુમાં અને ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ સુધારાના સંકેત. નિકાસ શુલ્કમાં ઘટાડાનું એલાન .

    કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમણે દિલ્લી ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. તાજેતરની દેશની અર્થ વ્યવસ્થા પર અનેક નિવેદનો આપ્યાં હતા. જેમાં કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સિતારમણે, જણાવ્યું હતું. કે, હાલમાં મોંઘવારી દર નિયંત્રણમાં છે. સાથે અને ઓદ્યોગીક ઉત્પાદનોમાં સુધારના સ્પષ્ટ સંકેતો મળી રહ્યાં છે. આ સાથે સરકાર નિકાસને પ્રોત્સાહન આપવા માટે નિકાસના દરોમાં ઓછા કરવાની પણ જાહેરાત કરી છે. વધુમાં નાણામંત્રીએ જણાવ્યું કે, અમારી સરકારનું ધ્યાન નિકાસને પ્રોત્સાહન આપવા પર છે. આથી જૂના ROSL ડિસેમ્બર 2019 સુધી લાગુ રહેશે. આ સાથે નિકાસને પ્રોત્સાહિત કરવા માટે વર્ષ દરમિયાન દેશના ચાર સ્થળોએ વાર્ષિક મેગા શોપિંગ ફેસ્ટીવલ પણ યોજવામાં આવશે. જેની શરૂઆત માર્ચ 2020 પછી થશે. વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, વેપારમાં સુગમતા રહે તે માટે સરકારે અનેક મહત્વના પગલાં ભર્યા છે. આ સાથે વિદેશી હુંડિયાણાં વૃદ્ધિ અને સ્થિર રોકાણમાં સુધારો થયો છે. અંતમાં મકાન લેવાનું વિચારતા લોકો માટે સારી જાહેરાત કરતા નાણાંમંત્રીએ જણાવ્યું કે, અફોરડેબલ ઈનકમ શ્રેણીમાં આવતી પરિયોજનાઓ જે NCLT અને NPAમાં ફસાઈ નથી તે યોજનાઓને ફંડિગની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply