આતંકવાદ બંધ કરે નહી તો પાક.નું થઈ જશે વિભાજન-રાજનાથસિંહ
Live TV
-
સુરતમાં યોજાયેલા અભિનંદન સમારોહમાં સરંક્ષણ મંત્રીએ પાકિસ્તાનને ચેતવણી આપી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યું કે તેણે આતંકવાદને પોષવાનું બંધ કર્યા વગર છૂટકો નથી અને પાકિસ્તાન આવું નહી કરે તો તેનું વિભાજન થતું કોઇ અટકાવી નહીં શકે. ફરજ પર શહિદથયેલા 122 જવાનોના પરિવારો માટે સુરતમાં યોજાયેલા અભિનંદન સમારોહમાં સરંક્ષણ મંત્રીએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તેના આતંકીઓ અંકુશ રેખા ઓળંગીને ભારતમાં ઘૂસણખોરી કરશે. તો ભારતીય સેના તેમાના એકેયને પરત જવા દેશે નહીં. પાકિસ્તાન પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન પોતે લઘુમતિઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ અને હવે માનવાધિકારના બણગા ફકે છે
