અલ્હાબાદ હાઇકોર્ટમાં ચાલી રહેલ કૃષ્ણ જન્મભૂમિ અને ઈદગાહ કેસ મામલે આજે સુનાવણી
Live TV
-
મથુરામાં આવેલ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને ઈદગાહ મામલે ચાલી રહેલ કેસ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે.
મથુરામાં આવેલ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને ઈદગાહ મામલે ચાલી રહેલ કેસ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. આજે અલ્હાબાદ હાઇકોર્ટમાં ચાલી રહેલ કૃષ્ણ જન્મભૂમિ અને ઈદગાહ કેસ મામલે સુનાવણી કરવામાં આવશે. જેમાં એડવોકેટ કમિશનના પ્રારુપમાં કોને કોને સમાવેશ કરવામાં આવ્યા, અને સર્વેની રીત કેવી હશે તેના પર કોર્ટ સુનાવણી કરશે. ગત સુનાવણીમાં હાઇકોર્ટે એડવોકેટ કમિશનની સર્વેક્ષણની મંજૂરી આપી હતી. જસ્ટિસ મયંકકુમારની સિગલ બેન્ચ શાહી ઈદગાહને કૃષ્ણ જન્મભૂમિ મંદિરનો જ ભાગ ગણવાની તમામ 18 જેટલી અરજીઓ પર અયોધ્યા રામ જન્મભૂમિ કેસ અંતર્ગત સુનાવણી કરી રહી છે. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. જ્યાં શાહી મસ્જિદ ઈદગાહ સમિતિને રાહત મળી નહોતી. સુપ્રીમે હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો.