તમિલનાડુમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ, ઘણા જિલ્લાઓમાં જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ
Live TV
-
ભારે વરસાદને લીધે તૂતૂકોરી જિલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે.
તમિલનાડુમાં ભારે વરસાદના પગલે ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને લીધે તૂતૂકોરી જિલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે. જે અંતર્ગત જિલ્લાની શાળા અને કોલેજમાં રજા રાખવા આવી છે. તિરુણમં વેલી જિલ્લાના પૂર પ્રભાવિત લોકોને આશ્રય સ્થળ ઉપર ખસેડવામાં આવ્યા છે. આજે દક્ષિણ તમિલનાડુ, પૌંડુચેરી અને કરાઈકલમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. તો હવામાન વિભાગ દ્વારા તમિલનાડુના કન્યાકુમારી, થૂથૂકોડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ઘણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો હવામાન વિભાગે પંજાબ, કેરળ, લદાખમાં પણ વરસાદની આગાહી કરી છે.