પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશી તમિલ સંગમમ - 2023 નો કરાવ્યો શુભારંભ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના મતવિસ્તાર વારાણસીના પ્રવાસના બીજા દિવસે કાશી તમિલ સંગમમ - 2023 નો શુભારંભ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના મતવિસ્તાર વારાણસીના પ્રવાસના બીજા દિવસે કાશી તમિલ સંગમમ - 2023 નો શુભારંભ કર્યો હતો. કાર્યક્રમ નમો ઘાટ ઉપર શુભારંભ કરવામાં આવ્યો. ભારતની પ્રાચીન સંસ્કૃતિ સાથે ઉત્તમ સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તમિલનાડુના તમામ વિસ્તારોન લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તમિલ ભાષાના ગ્રંથોના બ્રેઇલ લિપિમાં અનુવાદિત ગ્રંથોનું વિમોચન કર્યું. પ્રધાનમંત્રી કન્યાકુમારી - વારાણસી ટ્રેનને લીલી ઝંડી આપીને ટ્રેને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ સાથે PM વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો અને લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. અને પોતાના ભાષણમાં તમિલ અને કાશીની અદભૂત સંસ્કૃતિનો ઉલ્લેખ કર્યો હતો. આજે પ્રધાનમંત્રી નવ નિર્મિત સર્વ -વેદ મહા મંદિરનું ઉદ્ધાટન કર્યું હતું.
આ સિવાય તેઓ 19 હજાર 150 કરોડના ખર્ચે તૈયાર થયેલી વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જેમાં રોડ-રસ્તા, આરોગ્ય, શિક્ષણ, પોલીસ કલ્યાણ, સ્માર્ટ સિટી સહિતની વિવિધ વિકાસ યોજનાઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી આજે વારાણસીથી નવી દિલ્લી વચ્ચે વધુ એક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરશે.