અવંતીપુરાના આતંકી હુમલાની ચારેકોરથી ટીકા, ગૃહમંત્રી આવતીકાલે J&Kની મુલાકાતે
Live TV
-
જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લાનાં અવંતિપુરા ખાતે , CRPF ની ટુકડી પર મોટો આત્મઘાતી આતંકી હુમલો થયો હતો. આતંકીઓ દ્વારા IED વિસ્ફોટમાં , CRPF ના 18 જવાનો શહીદ થયા છે. જ્યારે કેટલાય જવાનો ઘાયલ થયા છે.
ઉલ્લેખનીય છે કે શ્રીનગર જમ્મુના રાષ્ટ્રીય રાજ માર્ગ પર થયેલા આ વિસ્ફોટની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી છે. નોંધનીય છે કે આતંકવાદીઓએ CRPFની ટુકડી પર IED વિસ્ફોટ કર્યા બાદ અંધાધૂંધ ગોળીબાર પણ કર્યો હતો.
સમગ્ર દેશમાંથી આ અંગે તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી. ગૃહમંત્રી આવતીકાલે જમ્મુ કાશ્મીર જશે. હાલ સુરક્ષાદળોએ વિસ્ફોટ સ્થળની આસપાસના સ્થળો પર તપાસ અભિયાન આરંભી દીધુ છે, સાથે જ અવંતીપુરાથી લઇને બીજ બેહાડા સુધીના હાઇવે પર વાહનોની અવરજવર રોકી દીધી છે.
જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાના પગલે હાલ ગુજરાત રાજ્યમાં બોર્ડરના જિલ્લાઓમાં એલર્ટ જારી કરીને શંકાસ્પદ વાહનો પર નજર રાખવા પોલીસતંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે.
